GUJARAT : ઓરસંગ નદી પાસે સફેદ કલરની સ્કોર્પીયોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૩,૧૪,૩૯૭/- ના ગણનાપાત્ર પ્રોહી મુદામાલ પકડી પાડતી જેતપુરપાવી પોલીસ.

0
68
meetarticle

એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર સા.શ્રી જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફના માણસો સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનરલ કોમ્બિંગ નાઇટ રાઉન્ડમાં પ્રોહી અંગેની કામગીરીમાં નીકળેલા

તે દરમ્યાન જેતપુર ટાઉન શંકર ટેકરીની બાજુમાં ઓરસંગ નદી પાસે સફેદ કલરની સ્કોર્પીયો ગાડી આર.ટી.ઓ.રજી નંબર GJ-02-AP-4355 માંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની મોટી તેમજ બીયરની બોટલો નંગ-૭૭૭ કિ.રૂ.૩,૧૪,૩૯૭/- તથા મુદામાલની હેરાફેરીમા પકડાયેલ સફેદ કલરની સ્કોર્પીયો ગાડી આર.ટી.ઓ.રજી નંબર GJ-02-AP-4355 જેની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તેમજ ગાડીમાં મળી આવેલ એક વિવો કંપનીનો એંડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૮,૧૯,૩૯૭/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યા

અહેવાલ : ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here