રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડની શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.
પે.હે.લા (૧) શાળાઓ માત્ર તમારા ચુંટણીઓ ના બુથો નથી એમાં અમારા બાળકો પણ ભણે છે જેમ વોટિંગ વખતે બુથો ભરચક રાખો છો એમ ચુંટણી પછી પણ એ શાળાએ ક્યારેક જાઓ અને જેના પરિવાર ના સભ્યોને હાથ પકડીને એ શાળાના બુથો પર લઈ જઈને એમનુ વોટિંગ કરાવતા એમના બાળકો માટે પણ શિક્ષકોની વ્યવસ્થા કરાવો .અશોકભાઈ રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિ
પે.હે.લા (૨) :- વિકાસ ના મોટા મોટા દાવાઓ કરનાર તેમજ વાગડ માં તથાકથિત વિકાસ માટે કરોડોના આંકડા આપતી સરકાર શિક્ષણ જેવી મૌલિક સુવિધા પણ પુરી કેમ નથી પાડી શકતી અને જન પ્રતિનિધિઓ આવા મુદ્દે કેમ બોલવા તૈયાર નથી ? :- અશોક રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ સમિતિ
લોકોએ ખોબે ખોબે મત આપી સરકારમાં મુકેલ જનપ્રતિનીધીઓ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ.
હર હંમેશ લોકોના પ્રશ્નોને વાંચા અપાતા એવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અશોકભાઈ રાઠોડે સરકાર સમક્ષ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં જે ૪૦૦૦ શિક્ષકોની ઘટ છે એમાં સૌથી વધારે રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ છે. રાપર તાલુકાની શાળાઓમાં ૧૪૮૫ શિક્ષકોની ખપત સામે ૬૯૯ જ શિક્ષકો છે અને ૭૮૫ શિક્ષકોની ઘટ છે એટલે કે મહેકમ છે એનાથી ૫૩% ટકા શિક્ષકો ઓછા છે. આ બાબતે કોઈ પ્રતિનિધિ કે રાજ્યકિય નેતા સરકાર સામે બાંયો ચડાવાનુ તો દુર પણ રજુઆત પણ નથી કરી રહ્યા જેનાથી સ્પષ્ટ વર્તાઈ રહ્યુ છે કે વાગડ ની નબળી નેતાગીરી ના લીધે જ અહીનુ શિક્ષણ ખાડે ગયું છે. સરકાર દ્વારા માત્ર પોતાની પાર્ટીને ખુશ રાખવાની પ્રવૃત્તિઓ કરાય છે બાકી શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવી મૌલિક સમસ્યાઓનુ સમાધાન કરવું વહીવટી તંત્ર ને સરકાર ને પસંદ નથી તેવું લાગી રહ્યું છે.વાગડમા શિક્ષણ વ્યવસ્થામા સુધારાની જરૂર છે તો આ બાબતે લડત લડવા ટુંક સમયમાં આંદોલન કરાશે જેમાં ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, યુવાઓ , સામાજિક અને રાજકીય આગેવાનો , મહિલાઓ તેમજ વિવિધ સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે જેની ઘોર નિંદ્રા સુતેલ વહીવટી તંત્ર ધ્યાને લે તેવી ચીમકી અશોકભાઈ રાઠોડ દ્વારા ઉચ્ચારવા આવી છે.


