BUSINESS : ડેઈલી માર્કેટ રિપોર્ટ : ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.50 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.134 ઘટ્યો

0
54
meetarticle

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93687.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21013.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.72669.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24611 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1169.07 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18038.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.104850ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105358 અને નીચામાં રૂ.104558ના મથાળે અથડાઈ, રૂ.104785ના આગલા બંધ સામે રૂ.50 વધી રૂ.104835ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.63 વધી રૂ.84100ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.10529ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.187 વધી રૂ.104091 થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.105332ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105611 અને નીચામાં રૂ.104575ના સ્તરને સ્પર્શી, રૂ.104811ના આગલા બંધ સામે રૂ.89 વધી રૂ.104900ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.123345ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.123528 અને નીચામાં રૂ.122000ના મથાળે અથડાઈ, રૂ.122635ના આગલા બંધ સામે રૂ.134 ઘટી રૂ.122501ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.320 ઘટી રૂ.124120 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.302 ઘટી રૂ.124123 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1903.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3810ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3999 અને નીચામાં રૂ.3647ના સ્તરને સ્પર્શી, રૂ.360 ઘટી રૂ.3647ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5710ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5825 અને નીચામાં રૂ.5709ના મથાળે અથડાઈ, રૂ.5703ના આગલા બંધ સામે રૂ.103 વધી રૂ.5806 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.105 વધી રૂ.5808 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.5 ઘટી રૂ.259.8ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.4 ઘટી રૂ.259.9 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.954.5ના ભાવે ખૂલી, રૂ.1.6 વધી રૂ.967.9 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2415ના ભાવે ખૂલી, રૂ.12 વધી રૂ.2460ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20426 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49478 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 18138 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 190601 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16235 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22152 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38915 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 148974 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1129 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14762 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34814 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24680 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 24750 પોઇન્ટના સ્તર અને નીચામાં 24492 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 32 પોઇન્ટ વધી 24611 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.49.6 વધી રૂ.156.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.13.9 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.1529.5 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.278.5 ઘટી રૂ.2877.5ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 40 પૈસા ઘટી રૂ.10.17ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 61 પૈસા વધી રૂ.3.82ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.62.5 વધી રૂ.212.35ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.11.65ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22.5 વધી રૂ.1500.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.270 ઘટી રૂ.2836ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.42.6 ઘટી રૂ.106.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા વધી રૂ.13.95ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.520 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.31.5 વધી રૂ.1456.5 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 38 પૈસા વધી રૂ.12.94ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 98 પૈસા ઘટી રૂ.2.07 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.28.1 ઘટી રૂ.74.05ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા વધી રૂ.14 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.104000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.1220 થયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.25 વધી રૂ.1536 થયો હતો.

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here