NATIONAL : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો ભાગ વાહનચાલકો માટે ખુલ્લો

0
66
meetarticle

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો ભાગ વાહનચાલકો માટે બિનસત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે, જેનાથી ભરૂચ અને સુરત વચ્ચે મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. વાહનચાલકો હવે અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરીને સુરત તરફ જઈ શકે છે.


કુલ 1380 કિલોમીટરના આ પ્રોજેક્ટમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં આવેલો છે. ભરૂચ જિલ્લામાં ખેડૂતોના વિરોધને કારણે પુનગામ નજીક 13 કિલોમીટરના પટ્ટાનું કામ અટકી પડ્યું હતું, પરંતુ હવે આ અવરોધો દૂર થતાં માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે.
જે વાહનચાલકો ભરૂચથી સુરત તરફ જઈ રહ્યા છે, તેઓ એક્સપ્રેસવેનો ઉપયોગ કરીને પુનગામ પહોંચી શકે છે. ત્યાંથી તેઓ ડાયવર્ઝન લઈ અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડ સ્ટેટ હાઈવે દ્વારા સુરત પહોંચી શકશે. એ જ રીતે, સુરતથી ભરૂચ આવતા વાહનચાલકો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસવે ડિસેમ્બર 2025 સુધીમાં શરૂ થવાની સંભાવના છે અને આ માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આ એક્સપ્રેસવે સંપૂર્ણપણે કાર્યરત થતાં ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહનચાલકોના સમય અને ઇંધણની બચત થશે.
આ માર્ગના શરૂ થવાથી ભરૂચ અને આસપાસના વિસ્તારોના વિકાસને વેગ મળશે અને મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે. આ પ્રોજેક્ટ ગુજરાતના પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here