GUJARAT : પોરબંદરના સામાજિક અગ્રણી પરિમલભાઈ ઠકરારના પિતાનું અવસાન થતા સ્વ.ની ઈચ્છા પૂરી કરી ચક્ષુદાન કરાયું.

0
52
meetarticle

પોરબંદર ના ડો.જમનાદાસ અરશીભાઈ ઠકરારનું તેમજ રાજેશભાઈ પુરુષોત્તમભાઈ મજીઠીયા નું અવસાન થતા તેમના બન્ને પરિવાર દ્વારા સ્વજનો ચક્ષુદાન કરતા આંખો ના કારણે દ્રષ્ટિ ગુમાંવેલ નેત્રહીનો ના જીવનમાં રોશની આવશે.
પોરબંદરના લીલાવંતીબેન જમનાદાસભાઈ ઠકરારના પતિ શ્રી તે પોરબંદરના જાણીતા સામાજીક અગ્રણી આગેવાન પરિમલભાઈ (ભલો), તથા જમનાદાસભાઈ ઠકરાર, કિરણબેન બીપીનચંદ્ર કક્કડ, પ્રફુલાબેન વૃંદાવનભાઈ શિંગાળા, મીનાબેન હિતેશકુમાર મગદાણી ના પિતાશ્રી, જયશ્રીબેન પરિમલ ભાઈ ઠકરાર ના સસરાજી, રિષી વિમલભાઈ ઠક્કરના દાદા ડોક્ટર જમનાદાસભાઈ અમરશીભાઈ ઠકરાર ઉંમર વર્ષ ૯૬ તા.૦૧-૦૯ -૨૦૨૫ ના રોજ સ્વર્ગવાસ થતા ઠકરાર પરિવારે સર્જન પરિવારને ચક્ષુદાન માટે બોલાવતા ડોક્ટર નીતિન પોપટ અને આનંદભાઈ રાજાની ને સ્વર્ગસ્થ જમનાદાસ ભાઈ અમરશીભાઈ ઠકરારના અમૂલ્ય નેત્રનો દાન આપ્યું. જમનાદાસભાઈ અમરશીભાઈ ઠકરાર એ પોતાની હયાતીમાં જ ચુક્ષુદાન દેવાની ઈચ્છા પરિવાર આગળ વ્યક્ત કરેલ હતી જેનું પરિમલભાઈ ઠકરાર પરિવારે પાલન કરી શ્રીજી ચરણ પામેલા જમનાદાસભાઈના ચુક્શુદાન આપી પ્રેરણનાદાયી કાર્ય કરેલ છે

જ્યાતરે બીજું નેત્ર દાન પોરબંદરના પુરુષોત્તમભાઈ વિઠ્ઠલદાસ મજીઠીયાના પુત્ર, દિવ્ય ભાઈ મજીઠીયા ના પિતાશ્રી, મહેશભાઈ (શ્રી નંદ ગોપાલ ટ્રેનિંગ કું.), વિજયભાઈ (આશા મેડિકલ), સ્વ.નરેન્દ્ર ભાઈ
ગીતાબેન, દક્ષાબેન અને શીલા બેન ના ભાઈ તેમજ જય મજીઠીયા (પીજીવીસીએલ), ઉત્સવ અને અભી (આજે ફાઈનાન્શ્યલ્સ) ના કાકા રાજેશભાઈ પુરુષોત્તમભાઈ મોજીઠીયા ઉમર વર્ષ ૫૮ તા.૦૨-૦૯-૨૦૨૫ના રોજ સ્વર્ગવાસ થતા મજીઠીયા પરિવારે “સર્જન”પરિવારને ચક્ષુદાન માટે બોલાવતા ડોક્ટર નિતીન પોપટ અને આનંદભાઈ રાજાણીને સ્વ.રાજેશભાઈ પુરુષોત્તમભાઈ મોજીઠીયા ના અમૂલ્ય નેત્રોનો દાન સ્વીકારાયું.
સી.એસ.સામરીયા રેડ ક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુ બેંક, અમદાવાદના પોરબંદરના સરકાર માન્ય યુનિટ”સર્જન” પરિવાર દાદાના ચક્ષુદાતા ના પરિવારોને વંદન કરે છે.
કોઈનું દ્રષ્ટિ વગરનું અંધકારમય જીવન સ્વજનના ચક્ષુદાનથી દ્રષ્ટિહિન લોકોનું જીવન ફરી ઉજળું કરી શકાય છે
પોરબંદર જિલ્લામાં નેત્રદાન, સ્કીન ડોનેશન અને દેહદાન કરવા માટે સર્જન પરિવારના ડોક્ટર નીતિન પોપટ મોબાઈલ નંબર.૯૩૨૬૨ ૪૧૦૦૧,૯૩૨૮૦ ૬૬૮૬૮ ઉપર ૨૪ કલાક ૩૬૫ દિવસ સંપર્ક કરી શકો છો.

રિપોર્ટર : વિરમભાઈ કે આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here