થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના ત્રણ શખ્સો ધરતી હોસ્પિટલમાંથી ચોરી કરેલા બાઈક સાથે થરાદ તરફ આવી રહ્યા છે.પોલીસે નર્મદા મુખ્ય નહેર પર ચૂડમેર ગામ પાસે નાકાબંધી કરી આરોપીઓને પકડ્યા.
પોકેટ કોપ એપમાંચેસિસ નંબર ચેક કરતા જાણવા મળ્યું કે આ બાઈક થરાદની ધરતી હોસ્પિટલ પાસેથી ચોરાયેલું હતું. થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી સફળતા મેળવી. થરાદ પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 મોટરસાઇકલ સાથે ત્રણ આરોપીઓ પકડ્યા. કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમણે અલગ અલગ શહેરોમાંથી કુલ 19 બાઈક ચોરી કરી હતી, જેની કિંમત 11 લાખ 15 હજાર 500 રૂપિયા નો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
પકડાયેલા આરોપીઓ સુરેશકુમાર પુરોહિત (ઉમર 29),
ભરતકુમાર ઉર્ફે છોટુ ડોન (ઉમર 21),
દેવેન્દ્ર કુમાર ઉર્ફે પિન્ટુ પ્રજાપતિ (ઉંમર 30)
ત્રણેય આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર ના રહેવાસી
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


