તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. બંને વચ્ચે રિલેશનશિપની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. બંને અનેકવાર સાથે દેખાઈ ચૂક્યાં હતાં. હવે બંનેએ એકબીજા સાથેની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ગણેશોત્સવ નિમિત્તે પોતાના ગેટ અપની કેટલીક તસવીરો તારાએ શેર કરી હતી. તેની સાથે તેણે પોતાની અને વીરની તસવીર પણ શેર કરી હતી. બાદમાં વીરે પણ તારા સાથેની તસવીર શેર કરી હતી. તારા સુતરિયા અગાઉ કરીના, કરિશ્મા અને રણબીરના કઝીન આદર જૈન સાથે રિલેશનશિપમાં હતી. એક સમયે તારા અને આદર લગ્ન કરી લેશે તે લગભગ નક્કી મનાતું હતું. વીર પહાડિયા જાહ્નવીના બોયફ્રેન્ડ શિખરનો મોટાભાઈ છે. જાહ્નવીનો પરિવાર શિખરને સ્વીકારી ચૂક્યો છે. આથી ભવિષ્યમાં તારા અને વીરનાં તથા જાહ્નવી તથા શિખરનાં લગ્ન થશે તો તારા જાહ્નવીની જેઠાણી બનશે.


