ભારત સરકારના આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના ઘેલવાટ ગામે ત્રી દિવસીય ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ સેમીનારનું સાંસદ જશુભાઇ રાઠવા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના બ્લોક માસ્ટર ટ્રેનર્સને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર્સ દ્વારા રેસીડેન્સિયલ તાલીમ આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કરી તમામ બ્લોક માસ્ટર ટ્રેનર્સને આ રેસિડેન્શિઅલ તાલીમ માટે શુભેચ્છાઓ પાઠવી જિલ્લાના નાગરિકો માટે સેવાભાવથી કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તાલીમ માં આશરે ૫૦ જેટલા પ્રતિભાગીઓ ભાગ લઇ રહ્યા છીએ. આ તાલીમ પૂર્ણ કાર્ય બાદ બ્લોક માસ્ટર ટ્રેનર્સ તેમના તાલુકાના ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગીઓ, આદિ સહયોગી અને આદિ સાથીઓને તાલીમ આપશે. જેથી આદિ કર્મયોગી અભિયાનનો પ્રતિબંધ અને મોટીવેટેડ આદિ કર્મયોગીઓ તૈયાર કરવાનો હેતુ પૂર્ણ થશે.
આ સેમીનારમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ટીડીઓ સાગર કળસરિયા સહીત પ્રાયોજના વહીવટદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર



