ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં એમડી ડ્રગ્સ યુવાધન સેવન કરતા હોય આ બાબતે સમગ્ર રાજ્યની પોલીસ ચાંપતી નજરે છે. ત્યારે વડોદરા રેન્જ આઈ જી સંદીપસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ તેઓના નેજા હેઠળના સ્કોડ દ્વારા જિલ્લા SOG નો વ્યસન મુક્તિને લઈ અનોખી જાગૃતિની પહેલ કરવામાં આવી છે
જાગૃતિ ફેલાવવા અને ડ્રગ્સ ની ચુંગાલમાંથી યુવાનોને બચાવવા પ્રેરણાદાયી પહેલ ડભોઇના ગણેશ પંડાલોમાંજ વ્યસન અને સાયબર ફ્રોડ વિશે ઓડિયો વીડિયો પ્રોજેક્ટ દ્વારા સમગ્ર માનવ જાન માટે જાણકારી વિશે પરિવાર અને ઘર બરબાદ થાય તે માટે ડભોઇમાં હનુમાન ફળિયા પાસે SOG પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો…
હાલ ગણેશ પંડાલોમાં વધુ લોકો હોય છે જેથી વધુ પ્રચાર પસાર માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં
મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને સ્વસ્થ અને સફળ જીવન જીવવા માટે માહિતગાર કરાયા હતા.
ડ્રગ્સ થી થતા શારીરિક માનસિક અને સામાજિક નુકસાન અંગે જાણકારી અપાઇ યુવાનોને સચેત કરી સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા અપાઇ હતી.
યુવાનોમાં વધતી જતી ડ્રગ્સ ની લત ને રોકી સમાજને નશામુક્ત કરવાનો SOG પોલીસની મુહીમ ની પ્રસન્નતા કામગીરી વડીલો અને યુવાનોએ ખૂબ વખાણી હતી…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



