પોરબંદર : જયુબેલીમાં ઘેડીયા કોળી યુવા મિત્ર મંડળ દ્વારા આગામી રવિવારે શ્રી રામદેવજી મહારાજની પ્રસાદી ઉત્સવ યોજાશે

0
64
meetarticle

સામૈયા,રામદેવજી મહારાજના મંદિર ખાતે ધ્વજારોહણ, ૬ કલાકે ભોજન રૂપે જ્ઞાતિ જાતિના ભેદ ભાવ વગર મહા પ્રસાદ અને રાત્રે ૧૧ કલાકે પાટોત્સવ, સંતવાણી સહીતના કાર્યક્રમો યોજાશે

ગોસા(ઘેડ)તા. ૦૩-૦૯-૨૦૨૫ સામાજિક, શૈક્ષણિક,આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે બે દાયકા ઓથી કાર્ય કરતુ પોરબંદર ના જ્યુબેલી શ્રી ઘેડીયા કોળી સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા જ્યુબેલી ના સમાજના વિવિધ દાતાઓ ના સહયોગ થકી આગામી તા ૭-૯-૨૫ રવિવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી ઉત્સવનું આયોજન જ્યુબેલી ખાતે કરવા માં આવેલ છે જયુબિલી ઘેડી યા કોળી સમાજ વંડી નાં યુવા સેવા કર્મી ઉપ પ્રમુખ શ્રી ભૂવા ભાઇ ભીમાં ભાઇ ભૂવા ની યાદીમાં જણાવાયું છે.

આ મહોત્સવ માં સનાતન ધર્મ ના તારણ હાર અને દ્વારકાધીશ શ્રી ક્ર્ષ્ણ ના અંશ અવતાર નેજા ધારી શ્રી રામદેવજી મહારાજ ની આ દસમી પ્રસાદી મહોત્સવ છે

પોરબંદર ના આર્ય કન્યા ગુરુકુળગેઇટ પાસે આવીલી શ્રી ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે યોજાનાર શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી ઉત્સવ અવસરે તા ૭/૯/૨૫ને રવિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવા માં આવેલ છે જેમાં સાંજે ૪-૦૦ કલાકે સામૈયા, જ્યુબેલી ના શ્રી રામદેવજી મહારાજ ના મંદિર ખાતે ધ્વજારોહણ, ૬:૦૦ કલાકે ભોજન રૂપે જ્ઞાતિ જાતિના ભેદ ભાવ વગર મહા પ્રસાદ અને રાત્રે ૧૧:૦૦ કલાકે ગાડીપતિ શ્રી ભોલા બાપુ હરિયાણી,અને કોટવાર શ્રી રાજુ ભાઇ થા પ લિયા,ની ઉપસ્થિત માં શ્રી રામદેવજીનો પાટોત્સવ યોજાશે જેમાં પરાગ ભાઇ વાળા, શ્રી રાજુ ગિરિ, સહીતના કલાકારો સંતવાણી પ્રસ્તુત કરશે

ઊલેખનીય છે, કે સને ૧૯૯૭ મા સમાજની વંડી ની જમીન પડી હતી ત્યારે સમાજ નાં વરિષ્ઠ આગેવાન અને શ્રી રામદેવજી મહારાજ ના પરમ ભક્ત સ્વ.શ્રી મુરૂબાપા ( ઉ વ ૮૯) અનેપોરબંદર નાં જાણીતા શિલ્પી સ્વ. લાખા રાસા બ ળે જા સ્વ.ભોજા ભાઇ. બા લાસ સ્વ.જેઠા ભાઇ વાજા નાં માર્ગદર્શન હેઠળ સેવાભાવી યુવાનો નિ શુલ્ક સેવા લઈને ૪૦ જેટલા યુવાનો રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી શ્રેષ્ઠ કામગીરી કરીને વંડીનું નિર્માણ કર્યું હતું મહિનાં ઓ સુધી આ અગ્રણીઓ એ ચા પાણી. નાસ્તા ની પોતાની ખર્ચે વ્યવસ્થા કરી હતી. આજે બે મજલાની આ વંડી અત્યાધૂનિક સુવિધાઓ સાથે નિર્માણ પામી છે ત્યારે આ જુબેલી ઘેડિયા કોળી સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી મહોત્સવ નું આયોજન થતાં જયુબિલી કોળી સમાજ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી ઉત્સવ ના અવસરે જ્યુબેલી ઘેડીયા કોળી સમાજ યુવા મિત્રો દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવામાં આવેલ છે આ પ્રસાદી ઉત્સવને સફળ બનાવવા જયબેલી કોળી સમાજ યુવા મિત્ર ગ્રુપ અને મહિલા મંડળ ના બહેનો સારી જહેમત ઉઠાવી રહ્યા છે

રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here