અંકલેશ્વર GIDCમાં આવેલા નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે NSC અને NYG ગ્રુપ દ્વારા એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયાએ પોતાના ભજનો અને ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કલાકારોના અદભુત પ્રદર્શનથી પ્રભાવિત થઈને શ્રોતાઓએ દિલ ખોલીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને લાખા હનુમાનજી મંદિરના મહંત, વિભાગીય પોલીસ વડા ડૉ.કુશલ ઓઝા અને ઉદ્યોગપતિઓ સંદીપ વિઠલાણી, જૈમીન પટેલ, તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા, અને રમેશ ગાબાણીનો સમાવેશ થાય છે.
NSC અને NYG ગ્રુપના આગેવાન તુષાર પટેલે જણાવ્યું હતું કે આ ડાયરાનું આયોજન ગણેશ મહોત્સવ સાથે મળીને પહેલીવાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દાનમાં મળેલી રકમનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ગ્રુપના યુવાનો દર રવિવારે જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવે છે અને ભવિષ્યમાં સમૂહ લગ્ન જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરવાની યોજના છે. આ લોકડાયરો કલા અને સમાજસેવાનો અનોખો સંગમ બની રહ્યો


