સેવા ક્ષેત્રે જેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા માણાવદરના અનસુયા ગૌધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ તથા ગીર ગાયના ઉછેરની તરકીબભરી પદ્ધતિએ ભારત તથા વિદેશોના ગૌભક્તોને પણ આકર્ષ્યા છે. આ ગૌધામની મુલાકાત લઇ પોતાના ગૌશાળાની ગાયોને તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌભક્તો ઊમટી રહ્યા છે અત્યાર સુધીમાં 200 કરતાં વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે.
અહીં ગીર ગાયોનું સંવર્ધન અનોખી રીતે કરવામાં આવે છે તેમનો ખોરાક 36 જાતની જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવે છે તથા પશુડોક્ટરો રોજ તેનું શારીરિક ચેક અપ કરી રહ્યા છે અહીં કોઈ ગાય શરીરે નબળી કે માંદી નથી હોતી. એવા અનસુયા ગૌધામની ખ્યાતિ સાંભળી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ આજરોજ મુલાકાત લીધી હતી અને ગાયોનું સંવર્ધન જોઈને તાજુબ થયા હતા બંને ધારાસભ્યોએ હિતેનભાઈ શેઠ સાથે વાતચીત કરી અને ફરી વખત આ ગૌધામની મુલાકાતે પધારશે તેવું વચન આપ્યું હતું. માણાવદર અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંને ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું
REPORTER : જીજ્ઞેશ પટેલ માણાવદર


