ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) ની ટીમે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા વરલી મટકાના જુગાર પર સફળ રેઈડ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ~ 14,600/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, રાજપારડીથી નેત્રંગ જતા રોડ પર એક ચાની કીટલીની પાછળની ખુલ્લી જગ્યામાં સટ્ટા-બેટિંગના આંકડાનો જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે જુગાર રમતા બે ઈસમો (1) કલ્પેશભાઇ સવાભાઇ વસાવા (રહે. રાજપારડી) અને (2) રમેશભાઇ બચુભાઇ વસાવા (રહે. રાજપારડી) ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા, બે મોબાઈલ ફોન, અને જુગાર રમવાના સાધનો સહિત કુલ ~ 14,600/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ જુગારનું નેટવર્ક ચલાવનાર મુખ્ય આરોપી મીનેશ ઉર્ફે ભુરીયો (રહે. રાજપારડી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે જુગાર ધારાની કલમો હેઠળ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


