GUJARAT : મુન્દ્રા ની મહિલા પીટીસી કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ.

1
91
meetarticle

મુન્દ્રા પીટીસી કોલેજમાં સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમમાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બર ની ઉજવણી નિમિત્તે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ પીટીસી ના 25 તાલીમાર્થીઓni ટીમ સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે જોડાઈ હતી. આચાર્ય તરીકે ગેલવા કોમલબેન અને જાડેજા ડિમ્પલબા ના આયોજનમાં વિવિધ વિષયો અને પીટીસીના અભ્યાસક્રમ ના પાઠ તાલીમાર્થી એ લીધા હતા.

 

કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવતે ઉદબોધન કરતા ડો, સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈ એક કુશળ અને કાર્યનિષ્ઠ શિક્ષક બનવાન સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. સ્વયં શિક્ષક બનેલા તાલીમાર્થીઓએ એક દિવસનો પોતાનો સ્વયં શિક્ષક તરીકેનો અનુભવ રજૂ કર્યો હતો. કોલેજના અધ્યાપક રીટાબેન તબિયાડ, તથા સમીરભાઈ અધિકારી અને રફિકભાઈ સુમરા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

meetarticle

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here