જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે દરગાહ પાસે ચાલતા ધોડીપાસાના જુગાર ઉપર તાલુકા પોલીસે દરોડો કરી ચારને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈ સાત શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે.
જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એ એમ હેરમાં સર્વેલન્સ સ્ટાફ સાથે દારૂ, જુગારની બદીઓ દુર કરવા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામમાં ઓવરબ્રિજ સામે આવેલ દરગાહ પાસે ધોડી પાસાનો જુગાર રમાતો હય જે આધારે દરોડો કરતાં જુગારીઓમાં નાશ ભાગ મચી હતી, અને ૪ શખ્સો ઝડપાયા હતા જેમાં સલીમ ઉર્ફે ચીનુ રઝાકભાઇ માજોઠી, તોફિક ઉર્ફે ગાભો હનીફભાઇ ગરાણા, મહમદ ઉર્ફે નદિમ હનીફભાઇ ગરાણા, (રહે. ત્રણેય ધોરાજી) સાગર સતીષભાઇ સિધ્ધપુરા ઉ.વ.૩૫ (રહે.દોલતપરા જુનાગઢ)ને રોકડ રૂપિયા ૧૨.૨૦૦ તથા બાઈક ૪ મળી કુલ રૂપિયા ૧.૨૨.૨૦૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવેલ હતા.
તેમજ નાશી છુટેલ શખ્સો અંગે પુછપરછ કરતા જેમાં મોસીન વલીભાઈ ચૌહાણ, કાદિર ઉર્ફે કાજલો વલીભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ ઉર્ફે ડબગર, હરેશ ઉર્ફે એજાજ ઉર્ફે મામા, સુનિલ જાદવ (રહે તમામ જેતપુર) તથા સફેદ કલરનુ મેસ્ટ્રો નં જીજે ૧ પી ઈ ૫૧૩૭ તથા કથાઈ કલરનુ એક્ટિવા નં જીજે ૫ એલ જે ૦૭૪૦ ના ચાલક આમ ૭ શખ્સો રેડ દરમિયાન નાશી છુટેલ હોય તાલુકા પોલીસે તમામ ૧૧ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી નાસી છુટેલને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

