ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં પાણીની આવક 55714 ક્યુસેક થઈ રહી છે.હવે કરજણ ડેમનાં હેઠવાસમાં પાણીની જાવક 53164 ક્યુસેકચાલુ રહી છે
કરજણ ડેમની જળસપાટી 111.7 મીટર પર પહોંચી છે.જ્યારે ડેમનું રૂલ લેવલ 111.18મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 4ગેટ ખોલી53164
ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે.હાલ કરજણ જળાશય માં 398.20 MCM (મિલિયન ઘન મીટર ) લાઇવ જથ્થો સંગ્રહિત છે.
ગ્રોસ સ્ટોરેજ 422.21મિલિયન ઘન મીટર ) છે.
હાલ કરજણ ડેમ 78.37 ટકા જેટલો ભરાઈ ગયો છે.તેથી ડેમને
વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે.ઉપરવાસમાંથી 55714 ક્યુસેક ક્યુસેક પાણી ની આવક સતત ચાલુ છે. આમ.જેમ જેમ પાણી ની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે.
હાલ કરજણ ડેમના કરજણ બંધના ગેટ નં.2,4,5,7 (2.80મીટર)
મીટર પહોળા કુલ 4ગેટ ખોલવામાં આવ્યા છે. જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોઈ કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા



