નર્મદા ડેમમાથી વિશાળ જળ રાશિ નર્મદામાં છોડતા ઘોડાપુરની અસર જોવા મળી હતી. જેમાં વડોદરા ના ચાણોદ નો ઐતિહાસિક મલહાર રાવ ઘાટ પાણી માં ગરકાવ થઈ ગયો છે.મલહાર રાવ ના 108 પગથિયાં નો ઘાટ છે. જે પૈકીજેના 99 પગથિયાં નર્મદા ના પુર માં ગરકાવ થઈ ગયા હતા.જેને કારણે ચાણોદ આવતા ભક્તો ને વિધિ માં વિલંભ થઈ રહ્યો છે
7 તારીખ થી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોય ચાણોદ ના પંડિતો ચિંતિત બન્યા છે.નાવિકો ની રોજગારી પણ બંધ થઈ ગઈ છે.ચાણોદ માં પુર ની સ્થિતિ સર્જાઈ છે.
આજે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા.નર્મદા ડેમ માંથી 4.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડાયુંહોવાથી
નર્મદા ભરૂચ અને વડોદરા ના 27 ગામો ને અસર થઈ છે
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા



