GUJARAT : જરોદ નગર ના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્થાનિક રહીશો દ્વારા સુંદરતા માં વધારો

0
71
meetarticle

વાઘોડિયા તાલુકાના વિકસીત જરોદ ગામ નાં પ્રવેશ માર્ગો રેફરલ ચોકડી પાસે ના વરસાદી પાણી નાં કાંસ માં સ્થાનિક આજુબાજુ ના રહિશો દ્વારા નક્કામો કચરો ઠાલવીને ઉકરડો બનવા પામ્યો છે જે અંગે સ્થાનિક વહીવટીતંત્ર જે તાજેતરમાં જ લોક ચુકાદા થી ચુંટાઇ ને બિરાજતા સરપંચ સહિત સદસ્યો એ આ અંગે સ્થાનિક રહીશો ને પ્રેમ ભરી અપીલ કરવા છતાં કચરાના ઢગ ને કારણે ગમે ત્યારે રોગચાળો માથું ઉચકશે તો પહેલા સ્થાનિક રહીશો બિમારી નો ભોગ તો બનશે પણ અન્ય નિર્દોષ વટેમાર્ગુઓ સહિત ગામના વોકીગ પ્રેમી ઓ કે જેઓ નિયમિત અંગ કસરતના શોખીનો પણ આ બેસુમાર ગંદકી ની દુર્ગંધ કારણે બિમારી નો શિકાર બનશે ની ભીતી સેવાઈ રહી છે

ત્યારે જરોદ ગ્રામ પંચાયત દ્વારા કડક માપ દંડ ના નિયમો સાથે જરોદ પોલીસ સ્ટેશન ના સહયોગ વડે ગમે ત્યાં જાહેર માર્ગો પર નકામો કચરો ઢાવનાર ઇસમો સામે લાલ આંખ કરે તેવું સુર જરોદ ગામ વસતાં જાગૃત નાગરિકો ના લોક દરબારમાં ગુમરાહ કરી રહ્યો છે જન આરોગ્ય સામે ખતરા ની ઘંટી સમાન બનેલા કચરા ના શણગાર ને દુરસ્ત કરવાનો અભિગમ સૌ ગ્રામ જનો નાં સહયોગ વડે દુર થાય તેવું ગ્રામ જનો ઇચ્છી રહ્યા છે

REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here