મેષ : દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમાં ઘટાડો થતો જાય. રાહત થતી જાય.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. મિત્રવર્ગનો સહકાર રહે.
મિથુન : બપોર સુધી આપને અસ્વસ્થતા-બેચેની જેવું રહ્યા કરે. ત્યાર બાદ ધીરે ધીરે આપને રાહત થતી જાય.
કર્ક : દિવસના પ્રારંભે કામમાં આપને સરળતા મળી રહે પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.
સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. જાહેર-સંસ્થાકીય કામકાજ રહે.
કન્યા : દિવસનો પ્રારંભ એકદમ ઉત્સાહ-ઉમંગથી થાય પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ કામના દબાણને લીધે થાક-કંટાળો અનુભવો.
તુલા : દિવસનો પ્રારંભ આપના માટે મુશ્કેલીવાળો રહે. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી આપને ધીમે ધીમે રાહત થતી જાય
વૃશ્ચિક : બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાય. પરંતુ ત્યાર બાદ આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે.
ધન : કૌટુંબિક-પારિવારીક કામકાજ સાથે શરૂ થયેલો દિવસ સારો પસાર થાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
મકર : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને.
કુંભ : માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. ખર્ચ જણાય.
મીન : ધર્મકાર્ય – શુભ કાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે. ઉદ્વેગ રહે.

