સંજય લીલા ભણશાલીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની લવ એન્ડ વોર હાલ ચર્ચામાં છે. આ એક પીરિયડ વોર ડ્રામા ફિલ્મ બનશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,સંજય લીલા ભણશાલી વિક્કી કૌશલને લઇને એક નવો પ્લાન બનાવી રહ્યો છે. દિગ્દર્શક વિક્કી કૌશલને પડદા પર વધુ સ્પેસ આપવાના ઇરાદાથી તેના બે સિંગલ સીન્સ આપવા માંગે છે. આ માટે ફિલ્મમાં એકસ્ટ્રા સીન શૂટ કરવામા ંઆવી રહ્યા છે.
સૂત્રે જણાવ્યું હતું કે, વિક્કી કૌશલની છાવામાં સફળતા પછી ઇન્ડસ્ટ્રીમાં વિશ્વાસપાત્ર અભિનેતાઓમાંનો માનવામાં આવી રહ્યા ેછે ે. સંજય લીલા ભણશાલી પણ વિક્કી કૌશલની આ સફળતાનો લાભ લેવાના ઇરાદા હેતુ ફિલ્મમાં રણબીર કપૂર કરતાં વધુ સ્પેસ આપવાનો છે. તેના સિંગલ દ્રશ્યો ફિલ્મમાં ઉમેરવામાં આવી રહ્યા છે. લવએડ વોરનું ક્લાઇમેક્સ ઇટલીના સિસિલીમાં શૂટ કરવામાં આવશે. આ માટે ફિલ્મની ટીમને ૧એક મહિના સુધી ઇટાલીમાં રહેવું પડશે. લવ એડ વોર યુદ્ધની પુષ્ઠભૂમિ પર આધારિત હોવાનું કહેવાય છે. જેમાં સૈનાના બે અધિકારીઓ વચ્ચે એક લવ ડ્રામા જોવા મળશે. રિપોર્ટના અનુસાર, રણબીર અને વિક્કી એક-બીજાના વિરુદ્ધ જોવા મળશે.


