TOP NEWS : રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ દીવ જતા ત્રણ વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત

0
139
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં દિન-પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે. એવામાં રાજકોટ-ભાવનગર હાઇવે પરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં દીવ જઈ રહેલા આર. કે. યુનિવર્સટીના ત્રણ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, શનિવારે (6 સપ્ટેમ્બર) વહેલી સવારે રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આટકોટ-જંગવડ પાસે થયેલા આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. આ ત્રણેય આર. કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને ગાડી ભાડે કરીને દીવ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિદ્યાર્થીઓની ઓળખ નરેશ સુબારાવ, હર્ષા અને આફરીન તરીકે થઈ છે.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરી તેમને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here