આ વર્ષે રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025, ના રોજ 1.3638 ની તીવ્રતા સાથે ચંદ્રની ચડતી ભ્રમણકક્ષામાં ચંદ્રગ્રહણ થશે. ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી જાય છે, જેના કારણે ચંદ્ર અંધારું થઈ જાય છે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રની નજીકની બાજુ સંપૂર્ણપણે પૃથ્વીની છત્રછાયામાં જાય છે.આ વખતનું 7 મીનુ ચન્દ્ર ગ્રહણ ભારતમાં દેખાશે. 2025માં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે. આ પછી, 21 સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે, જે ભારતમાં દેખાશે નહીં
ચંદ્રગ્રહણ 7 અને 8 સપ્ટેમ્બરની રાત્રે થશે. તે 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9.56 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્ય ભાગ 11.41 વાગ્યે હશે. આ સમયે પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. આ પછી, ગ્રહણ 8 સપ્ટેમ્બરના રોજ સવારે 1.26 વાગ્યે સમાપ્ત થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા, પશ્ચિમી પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં પણ દેખાશે.
ચીન, રશિયા અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં દેખાશે. ભારતમાં, તે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, પુણે, ચંદીગઢ અને જયપુર સહિત લગભગ તમામ મુખ્ય શહેરોમાં દેખાશે.
ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં લોકો નરી આંખે જોઈ શકશે. સાડા પાંચ કલાકનો અવકાશી નજારો નિહાળવા ખગોળપ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે.આ વખતે ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં આહલાદક જોવા મળશે.
ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે?:
જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક સીધી રેખામાં હોય છે, ત્યારે તે ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, જે દર વર્ષે થાય છે.આ સ્થિતિમાં, પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે તે સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે. આ સ્થિતિમાં, પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. પરિણામે, આપણે ચંદ્રને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ઢંકાયેલો જોઈએ છીએ.
ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે.
પૂર્ણ ચંદ્રગ્રહણ:
પૃથ્વીના છેડાને સંપૂર્ણપણે ઢાંકી દે તેને સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. પરંતુ આ ચંદ્ર ગ્રહણ માત્ર ઉપછાયા પ્રકારનું છે. ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના ઊંડા પડછાયામાં પ્રવેશ કરે છે અને લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન પણ કહેવાય છે.
આંશિક ચંદ્રગ્રહણ: ચંદ્રનો માત્ર એક ભાગ જ પૃથ્વીના પડછાયામાં આવે છે.
ઉપછાયા ચંદ્રગ્રહણ: ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં આવે છે, જેના કારણે તે થોડો ઝાંખો દેખાય છે, આ ફેરફાર ભાગ્યે જ ધ્યાનપાત્ર છે. આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ નથી.ઉપછાયા પ્રકારનું ચંદ્ર ગ્રહણ હવે આગામી વર્ષ 2042માં જોવામળશે
લોકો તેને નરી આંખે જોઈ શકે છે, તેનાથી આંખોને કોઈ નુકસાન થતુ નથી. ચંદ્રગ્રહણના સમયે સૂર્યગ્રહણની જેમ ઘાતક કિરણો બહાર આવતા નથી, તેથી તેને જોવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નથી.
આ વખતે ગ્રહણ છાયા ચંદ્રગ્રહણ છે.સૂર્યની પરિક્રમા સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આ રીતે આવે છે જ્યારે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પરંતુ જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકમેકની સીધા થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવે છે તેથી છાયા ચંદ્રમા પર પડે છે. તેનાથી પડછાયાનો ભાગ અંધકારમાં રહે છે. આ સ્થિતિમાં ધરતીથી ચાંદને જોવાય તો આ ભાગ કાળો દેખાય છે. આ રીતે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની કિરણોને સંપૂર્ણ રીતે રોકી લે છે અને તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે ચંદ્રમાન ફક્ત એક ભાગ છૂપાયેલો રહે છે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે
શું છે ચંદ્રગ્રહણ?:-
સૂર્યની પરિક્રમા સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આ રીતે આવે છે જ્યારે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પરંતુ જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકમેકની સીધા થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવે છે તેથી છાયા ચંદ્રમા પર પડે છે. તેનાથી પડછાયાનો ભાગ અંધકારમાં રહે છે. આ સ્થિતિમાં ધરતીથી ચાંદને જોવાય તો આ ભાગ કાળો દેખાય છે. આ રીતે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની કિરણોને સંપૂર્ણ રીતે રોકી લે છે અને તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે ચંદ્રમાન ફક્ત એક ભાગ છૂપાયેલો રહે છે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે.






