NATIONAL : ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી

0
55
meetarticle

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે આ બંને રાજ્યો ચોમાસામાં મોટી હોનારત સર્જાઈ છે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં જમીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ભાજપ પંજાબે પર લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર આવી રહ્યા છે. તેઓ પૂરગ્રસ્ત ભાઈ-બહેનો અને ખેડૂતોને મળશે અને તેમની પરિસ્થિતિ વિશે માહિતી મેળવશે. આ ઉપરાંત તેઓ પીડિતોને મદદ કરવા માટે શક્ય તમામ પગલાં લેશે.વડાપ્રધાનની આ મુલાકાત સાબિત કરે છે કે કેન્દ્રમાં ભાજપ સરકાર હંમેશા પંજાબના લોકોની સાથે ઉભી છે અને આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સહાય પૂરી પાડશે.’

એજ રીતે ભાજપના હિમાચલ પ્રદેશ એકમે એક પોસ્ટ કરીને લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આપત્તિ પીડિતો સાથે ખભા મિલાવીને ઊભા રહેવા માટે હિમાચલ પ્રદેશ આવી શકે છે.’

આ પહેલા શિવરાજ સિંહ ચૌહાણ પંજાબની મુલાકાત લીધી હતી

આ અગાઉ 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પંજાબની મુલાકાત લીધી હતી. પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અમૃતસરમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાહત સામગ્રીનો પુરવઠો, અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી બચાવ કાર્ય અને પુનર્વસન યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરાયા, સેંકડો ગામડાઓ ડૂબ્યા

ઉલ્લેખનીય છે કે, પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે પંજાબના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. જેમાં આશરે 43 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે લાખો હેક્ટર જમીન પર ઉગાડવામાં આવેલા પાકનો નાશ થયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here