જંબુસર તાલુકાના લીમજ ગામના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા કૈલાસબેન દેસાઈભાઈ સિંધાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી છે.
તેમણે “ભરૂચ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સાંવેગિક સ્વ-નિયમન તથા અનુફલનનો અભ્યાસ” વિષય પર પોતાનો મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. આ મહાશોધ નિબંધ તેમણે સુરતની વી.ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો. પત્રલેખા એ. બારડના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો.
કૈલાસબેન સિંધાએ આ સિદ્ધિ મેળવીને જંબુસર તાલુકા તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે તેમના પરિવારજનો અને સમાજબંધુઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

