ડભોઇ દેવલિયા રોડ તેમજ દેવલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડના ખાડા ઓના વિરોધ માં તિલકવાડા તાલુકા કોંગ્રેસે નો વિરોધ પ્રદર્શન કર્યું હતું.ભાજપા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી દેવલીયા નસવાડી રોડ ચક્કા જામ કરી કાર્યક્રમ યોજ્યો હતો.

ડભોઇ દેવલિયા રોડ તેમજ દેવલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર બે મહિના જેટલા સમયથી મોટા મોટા ખાડા પડી ગયા છે. આ રોડ ઉપર પણ ખાડા એક ફૂટના જોવા મળે છે.આ આ રોડના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવી આશન્કા વ્યક્ત કરી હતી.

તિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મહેન્દ્ર (કપૂર) ભીલે જણાવ્યું હતું કે નેશનલ છપ્પન દેવલીયા થી નસવાડી રોડની પણ વર્ષોથી સમસ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને થોડા સમય પહેલા ચાર પાંચ એક્સિડન્ટ થયેલ.એમાં આમ નાગરિકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ સરકાર અને પ્રશાસન દ્વારા જો૧૦ દિવસની અંદર આ રોડના ખાડા પૂરવામાં નહીં આવે અને રોડ રીપેરીંગ નહીં કરવામાં આવે તો આ વિસ્તારના તમામ નાગરિકો અને કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો દ્વારા જન આંદોલન કરવાની ચીમકી આપી ભાજપા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી દેવલીયા નસવાડી રોડ ચક્કા જામ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતી
આ પ્રસંગેતિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મહેન્દ્ર (કપુર) ભીલ,નસવાડી તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ જયેન્દ્રસિંહ. સોલંકી .
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ. તડવી(મહાકાળી,) સહીતકોંગ્રેસના કાર્યકરો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

