બિહારમાં તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમજ તેમને સ્વ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. જેના વિરોધમાં ડભોઇ શહેર તાલુકા મહિલા મોરચા દ્વારા એપીએમસી મેદાન ખાતેથી રેલી કાઢી તેનો વિરોધ કરી મામલતદાર શ્રી પી.આર સંગારાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અને કોંગ્રેસના તેમજ આરજેડી ના નેતાઓ દેશની અને માતૃશ્રીની માફી માંગે આ તેમની આગેવાનીમા વડોદરા જિલ્લા મહામંત્રી મહિલા મોરચો વૈશાલીબેન પટેલ આ પ્રસંગે પારૂલબેન સોલંકી સુધાબેન વસાવા ભાજપ સંગઠન – દીપિકાબેન મહેતા,અનસુયાબેન વસાવા, રંજનબેન વસાવા, સીતાબેન વસાવા,
મહિલા મોરચા હોદ્દેદારો તેમજ તાલુકા અને નગરપાલિકા સભ્યો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

