ઈમ્તીયાઝ શેખ પોલીસ અધીક્ષક છોટાઉદેપુર નાઓ દ્રારા છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ દારૂબંધી જુગારબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી તથા જુગાર રમી રમતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે આધારે સંખેડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોજે ખરાદી વગા (સંખેડા) સ્ટ્રીટ લાઇટ ની નિચે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રમતા સાત ઇસમો નામે આરોપીઓ નં.(૧) અમિતભાઇ નરેંદ્રભાઇ પંચોળી ઉ.વ.૪૭ ધંધો પ્રાઇવેટ નોકરી રહે.બજાર રોડ સંખેડા તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા નં.(૨) યતિનકુમાર દિનેશભાઇ સુથાર ઉ.વ.૩૩ ધંધો મજૂરી રહે ખરાદી વાગા સંખેડા તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા નં.(૩) વિજયભાઇ રમેશભાઇ તડવી ઉ.વ.૪૩ ધંધો. ડ્રાઇવીંગ રહે,નવા ફળીયા બ્રીજ સંખેડા તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા નં.(૪) રફિકભાઇ અબ્દુલભાઇ ઉ.વ.૬૯ ધંધો દુકાન રહે.ભોઇવાડ સંખેડા તા. સંખેડા જી.છોટાઉદેપુર તથા નં.(૫) અજયભાઇ હિરાભાઇ વણકર ઉ.વ.પર રહે.રોહિતવાસ સંખેડા તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા નં.(૬) અમરકુમાર દિનેશભાઇ સુથાર ઉ.વ.૩૫ ધંધો. ફર્નિચર રહે.ખરાદીવાગા સંખેડા તા.સંખેડા જી.છોટાઉદેપુર તથા નં. (૭) નિલેશભાઇ મગનભાઇ માછી ઉ.વ.૪૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.સંખેડા તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓ ભેગા મળી પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રમતા હોય જેમાં આરોપી નં.૧ થી ૭ નાઓની પાસેથી અંગ-ઝડતીના રોકડા રૂપિયા ૧૯.૦૮૦/-તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૨,૪૦/- મળી કુલ રોકડા રૂપિયા ૨૧,૩૨૦/- તથા મોબાઇલ નંગ-૪ ની કિ.રૂ.૨૦૦૦૦/-તથા એક સફેદ કાપડનું પાથરણ કિ.રૂ.00/00 તથા જુગાર રમી રમવાના છુટા પતા પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા મળી કુલ કિંમત રૂપિયા ૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નંબર ૧ થી ૭ નાઓને પકડી પાડેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

