છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર-૫૬ ઉપર મધ્યપ્રદેશને જોડતો મુખ્ય અને એકમાત્ર રોડ ઉપર છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ જતાં અલીરાજપુર નાકા સ્મશાન પાસે આવેલ ઓરસંગ નદી પરનો બ્રીજ તથા સ્ટેટ હાઇવે છોટાઉદેપુર થી કવાંટ તરફ જતાં ઓરસંગ નદી પર આવેલ બ્રીજ તથા ડુંગરગામ જતો બ્રીજ હાલમાં જર્જરીત હાલતમાં હોય, અને ગમે ત્યારે અકસ્માત થવાનો કે બ્રીજ પડી જવાનો ભય રહેલો છે. જે નિગાહે લઈ ગુજરાત તથા કેન્દ્ર સરકારના વિઝન મુજબ સંબંધિત વિભાગને તાત્કાલિક યુધ્ધના ધોરણે રસ્તાઓ પર આવેલ બ્રીજ નું રિપેરિંગ/ નવા બ્રીજો બનાવવા માટે ની યોગ્ય કાર્યવાહી કરવા અને જો નવો બ્રીજ મંજૂર ન થઈ શકે તો તમામ જર્જરીત બ્રીજો ઉપર ઓલ વેધર ડાયવર્ઝન બનાવવાની તાત્કાલિક ધોરણે કામગીરી કરાવવા વિનંતી સાથે ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા એ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને રજુઆત કરી છે.
રસ્તાઓની વિગત
(૧)છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ જતાં અલીરાજપુર નાકા સ્મશાન પાસે આવેલ ઓરસંગ નદી પરનો બ્રીજ
(૨)છોટાઉદેપુર થી કવાંટ તરફ જતાં ઓરસંગ નદી પર આવેલ બ્રિજ
(૩)ડુંગરગામ તરફ જતાં આવતો બ્રીજ
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

