BANASKATHA : પાલનપુરના સલ્લા ગામના લોકો બન્યા ગામતળ વિહોણા

0
56
meetarticle

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગામના લોકોનો આરોપ છે કે, કાયદેસર રીતે બાંધેલા મકાનોને સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ ગણાવીને તોડવાની નોટિસ આપવામાં આવી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ સલ્લા ગામમાં 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં ઉત્તર દિશામાં 1 એકર અને દક્ષિણ દિશામાં 4 એકર જમીન ગામતળ તરીકે નક્કી કરાઈ હતી. આ જમીન પર 20 પ્લોટ હરાજી દ્વારા અને 85 મકાનો આવાસ યોજના હેઠળ સરકારે ફાળવ્યા હતા.

આ મકાનોમાં દલિત, વાલ્મીકિ, ઠાકોર, દેવીપૂજક, યોગી, રાવળ, સાધુ, લુહારિયા અને પટેલ સમુદાયના ગરીબ લોકો રહે છે. તેમની પાસે આકારણી, સનદ, બાંધકામ મંજૂરી જેવા તમામ કાયદેસર દસ્તાવેજો હોવા છતાં, સરકારે આ મકાનોને ગેરકાયદેસર ગણાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, 1965થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોને 1988માં ગામતળમાં સમાવી લેવામાં આવી હતી. હવે આ નિર્ણયને પડકારતા ગરીબ પરિવારો ઘરવિહોણા થવાના ભયમાં છે.

સલ્લા ગામમાં ગામના નમૂનો -6 નોંધ નંબર 934 25 ડિસેમ્બર 1988 ના રોજ સર્વે નંબર. 480માં એક એકર ઉત્તર દિશા તથા 4 દક્ષિણ દિશા માં મજૂર ગામતળ થયેલ તે અંગે નો નકશો D.L.A.R. કચેરી સાથે સુસંગત છે સદર જગ્યા માં પાકા મકાન બની ગયા છે. તેમની પાસે નકશા aakarni/સનદ તથા મકાન બનવાની પરવાના ચિઠ્ઠી હોવા છતાં 1965 થી 1985 દરમ્યાન બનેલી ગામતળ વગરની સનદ ઓમા 1988 નું ગામતળ મેળવી દીધું છે .ગરીબ લોકો આજે આજે ગામતળ વિહોણા બની ગયા છે. સલ્લા ગામમાં ગામતળમાં મિલીભગત કરી ગામ તળ વગર ની સંનદ ઓમા ભેળવી દીધું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here