BOLLYWOOD : બોની કપૂર પુત્રીઓ જાહ્નવી અને ખુશી માટે ફિલ્મો બનાવશે

0
56
meetarticle

નિર્માતા બોની કપૂર દીકરીઓ જાહ્નવી અને ખુશી બંને માટે અલગ અલગ ફિલ્મો બનાવશે. આ ઉપરાંત તે શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકા ધરાવતી અન્ય એક ફિલ્મ પણ બનાવી રહ્યો છે.

બોનીએ તાજેતરમાં એક સંવાદમાં કહ્યું હતું કે હું હાલ હું હિંદીમાં ચાર અને તમિલમાં બે ફિલ્મ બનાવી રહ્યો છું. તેમાંથી એક ફિલ્મ ખુશી સાથે અને એક જાહ્નવી સાથે હશે. આ ઉપરાંત વધુ એક ફિલ્મ શ્રદ્ધા સાથે બનવાની છે.

જોકે, બોનીએ કહ્યું હતું કે મારી ફિલ્મોની સ્ક્રિપ્ટથી જાહ્નવી અને ખુશી પણ સંતુષ્ટ હોય તે મારે જોવાનું છે. ફક્ત હું ફિલ્મ બનાવું છું એટલા ખાતર તેઓ તેને સાઈન નહીં કરી લે. અગાઉ મારે ‘બેવફા’ અને ‘જુદાઈ’ જેવી ફિલ્મો માટે અનિલ કપૂરને બહુ મનાવવો પડયો હતો.

બોનીએ જણાવ્યા અનુસાર પોતે સાઉથની ‘કોમાલી’ ફિલ્મ હિંદીમાં બનાવાવના રાઈટ્સ મેળવ્યા હતા. પરંતુ, હવે તેણે આ રાઈટ્સ લવ રંજનને વેચી

દીધા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here