વાઘોડિયા નગર ખાતે આવેલ ભુરી તલાવડી માં રહેતા વયોવૃદ્ધ ભ ઇલાલ ભાઇ શંકરભાઈ વસાવા ઉ વર્ષ 65 કે જેઓ બે દિવસ અગાઉ અવસાન પામ્યા હતા અવસાન પામ્યા તે સમયે ભારે વરસાદ ના કારણે ક્યાંક છાતી સમા તો ક્યાંક ઢીંચણ સમા પાણી નો જમાવડો થવા પામ્યો હતો

જે સમયે ગ્રામ જનો તંત્રની કામગીરી ની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તંત્ર ની કામગીરી અસંતોષ કારક રહેતા ઘુંટણ સુધી ના પાણી ઓસર્યા ન હોવાથી મરણ પામેલ વયોવૃદ્ધ ની અંતિમ યાત્રા તંત્રની બેદરકારીને ઘુંટણ સમા પાણી માં કાઢવાની નોબત આવતા ગ્રામ જનો તંત્ર સમક્ષ ભારોભાર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે મૃતક પરીવાર ના આંખો માં રહેલ વેદના તંત્ર ને પોતાની નરી આંખે ન દેખાતા નો વસવસો મૃતક પરીવાર ના દિલોદિમાગ પર છવાઈ ગયો હશે મૃતક વયોવૃદ્ધ ના પુત્ર નું વેદના સાથે ના સુરો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગરીબ જન્મથી જ અનેક મુશ્કેલી ઓ થી જન્મે છે અને જીવન ભર જીંદગી સંઘર્ષ થી જીવે છે અને જ્યારે મરે છે ત્યારે મૃત્યુ બાદ પણ મુશ્કેલી ઓ પીછો છોડતી નથી સતતં પાંચ દિવસ થી વરસેલા વરસાદના કારણે અનેક સ્થળોએ જ્યાં જુઓ ત્યાં છાતી સમા તો ક્યાંક ઢીંચણ સમા પાણી ભરાતા એકંદરે ગ્રામ જનો ના જન જીવન પર ભારે અસર વર્તાઈ રહી હતી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા તંત્ર ને વારંવાર રજૂઆતો કરતા તંત્ર ની લે ભાગુ અસંતોષ કારક કામગીરી ના કારણે ઢીંચણ સમા પાણી વરસાદે બે દિવસ થી પોરો ખાતા ઉઘાડ નિકળવા છતાં ઢીંચણ સમા પાણી ન ઓસૅતા બે દિવસ થી મરણ પામેલ વયોવૃદ્ધ નો મોત મલાજો ન સમજનાર તંત્ર સમક્ષ ગ્રામ જનો નો રોષ ભભુકતો જોવા મળી રહ્યો છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

