અંકલેશ્વર જીઆઈડીસી નજીકથી કતલખાને લઇ જવાતા ૫૦ જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોને આ અંગે બાતમી મળતા તેમણે માંડવા પાસે આવેલી વિકાસ હોટલના પાર્કિંગમાં ઊભેલા એક ટેમ્પાની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન, ટેમ્પામાંથી અત્યંત ખીચોખીચ હાલતમાં ૫૦ પાડા મળી આવ્યા હતા, જેમને કતલના ઇરાદે મહારાષ્ટ્ર અથવા અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવી રહ્યા હોવાની શંકા છે. સંસ્થાના કાર્યકરોને જોઈને ટેમ્પાનો ડ્રાઈવર નાસી છૂટ્યો હતો.
આ ઘટના અંગે ઝઘડિયા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

