ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે વાગરા તાલુકાના પખાજણ ગામ પાસે આવેલી યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી બે વર્ષ પહેલા થયેલી કેબલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે આ કેબલ ચોરીનો આરોપી જાકીર ઉર્ફે જેકી પઠાણ વાગરા ટાઉન પાસે હનુમાન ચોકડી પાસે જોવા મળ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને હનુમાન ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો.
http://અંકલેશ્વર નજીક કતલખાને લઇ જવાતા ૫૦ પશુઓ બચાવાયા
પૂછપરછ દરમિયાન, આરોપીએ બે વર્ષ પહેલાં થયેલી કેબલ ચોરીના ગુનામાં તેની સંડોવણી હોવાની કબૂલાત કરી છે. વધુ કાર્યવાહી માટે આરોપીને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

