ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે પાનોલી GIDCમાં એક ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, પાનોલી GIDCના સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં ‘જય ભેરવનાથ વાસણ ભંડાર’ નામની દુકાનના માલિકે એક ગોડાઉન ભાડે રાખીને આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે.

દરોડા દરમિયાન, આરોપી સાગર શાંતિલાલ ખટીકને કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વગર એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીઓના ૩૧ રાંધણગેસના બોટલ અને ગેસ રિફિલિંગના સાધનો સહિત કુલ ૩૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ માટે પાનોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી.

