BHARUCH : આંગણવાડી બહેનોનો વિરોધ: ઓછું વેતન મળતા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત

0
99
meetarticle

વાલિયા તાલુકાની ૭૦ થી વધુ આંગણવાડી બહેનોએ ઓછા વેતનને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. આ બહેનોને મહિને માત્ર ૨,૦૦૦ રૂપિયાનું નજીવું વળતર મળતું હોવાથી તેમણે મુખ્યમંત્રીને સંબોધીને આ આવેદનપત્ર સુપરત કર્યું છે.


આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ જણાવ્યું કે તેઓ બાળકોની સંભાળ, ગર્ભવતી મહિલાઓની તપાસ, રસીકરણ, અને ટીબી, મેલેરિયા, એઈડ્સ જેવી અનેક બીમારીઓ સામેની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોરોના મહામારી દરમિયાન પણ તેમણે ઘરે ઘરે જઈને સેવાઓ આપી હતી.


આટલી બધી કામગીરી છતાં તેમને માત્ર ૨,૦૦૦ રૂપિયાનું માસિક વેતન મળે છે, જે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લેતા તેમના પરિવારના ગુજરાન માટે પૂરતું નથી. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી આ બહેનોએ માંગ કરી છે કે તેમને દૈનિક વેતન, સરકારી કર્મચારીઓનો દરજ્જો અને અન્ય સરકારી લાભો પણ મળવા જોઈએ.
આ માંગણીઓ સાથે વાલિયા તાલુકાની આ આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરીએ નારા લગાવીને આવેદનપત્ર સુપરત કર્યું. આ વિરોધ દ્વારા તેમણે પોતાની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here