બનાસકાંઠા ના સુઈગામ તાલુકા માં 17 ઇંચ વરસાદ પડવાથી પૂર ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અનેક ગામડાઓ પાણી માં છે અને જન જીવન ખોરવાયું છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકાર ની વ્યવસ્થા ઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પૂર ગ્રસ્થ થયેલ લોકો માટે ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે

અને પૂર ગ્રસ્થ થયેલ લોકો માટે 50 હજાર ફ્રુડ પેકેટ અને 50 પાણી ની બોટલ ની વ્યવસ્થા કરવામાં આવી રઈ છે ધાનેરા માર્કેટ યાર્ડ ના કેન્ટીન ખાતે લગભગ 50 જેટલાં કારીગરો કામે લાગ્યા છે અને જેમ જેમ ફ્રુડ પેકેટ બનશે તેમ તેમ સુઈગામ ભાભર વાવ થરાદ ના પૂર અસર ગ્રસ્થ વિસ્તારો માં કાર્યકર્તા ધ્વરા પહોંચાડવા માં આવશે સેવ બુંદી અને પાણી ની બોટલ ની હાલ વ્યવસ્થા કરવામાં આવી રઈ છે અને માવજીભાઈ દેસાઈ ના સ્વં ખર્ચે આ ફ્રુડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી છે

સુઈગામ ના ગ્રામ્ય વિસ્તારો માં અનેક લોકો પૂર માં પોતા ના ઘરો અને ઘરવખરી પાણી માં તણાઈ છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ બનાસકાંઠા નું તંત્ર કામે લાગ્યું છે ndrf અને sdrf ની ટિમો પણ કામ કરી રઈ છે ત્યારે આવા કપરા સમય માં અનેજ આગેવાનો બિલ્ડરો આગળ આવે અને આ તમામ પૂર ગ્રસ્થ વિસ્તારો માં નાની મોટી મદદ કરે અને ફરી લોકો ને બેઠા કરી સેવા કરવાનો લાભ લઈએ કહેવાય છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા જેમ ધાનેરા ના ધારાસભ્ય માવજી ભાઈ દેસાઈ એ પોતાની ઉદારતા બતાવી 50 હજાર ફ્રુડ પેકેટ્ બનાવી લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે…
અહેવાલ : પ્રધાનજી ઠાકોર

