GUJARAT : અરવલ્લીના લેખક, કેળવણીકારનું સન્માન કરાયું

0
42
meetarticle

ઇન્ડિયન સ્કૂલ એવોર્ડ્સનું સતત ત્રીસ માં વર્ષે અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સમગ્ર ગુજરાતમાંથી શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર લેખકો, શિક્ષકો, ફ્રી લાન્સર વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અરવલ્લીના કેળવણીકાર અને કટાર લેખક ડોક્ટર સંતોષ દેવકરનું પ્રેરણાદાયી શિક્ષક પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.
ડોક્ટર સંતોષ દેવકર સતત 25 વર્ષથી મધુવનની મહેક કોલમ હેઠળ પોતાના હકારાત્મક વિચારો પીરસી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના છસ્સો ઉપરાંત લેખો અને 18 પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાંના ચાર પુસ્તકો બેસ્ટ સેલર થયા છે. ખાસ એ વાતની નોંધ લેવામાં આવી કે તેમના દરેક લેખ પોઝિટિવ આઉટલુક વાળા હોય છે. અને વિદ્યાર્થીઓ, યુવાનો અને શિક્ષકો માટે પ્રેરણાદાયી લેખો હોય છે. ડૉ. દેવકર ના લેખન કાર્યની અને મોટીવેશનલ સેમિનારોની વિશેષ નોંધ લેતા ઇન્સ્પાયરીંગ એજ્યુકેટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશેષ એ વાત ધ્યાન પર આવી હતી કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ધોરણ સાત, આઠ, નવ અને ધોરણ દસ માં હાલમાં તેઓ પાઠ્યપુસ્તકના લેખક તરીકે કાર્યરત છે.
તેઓ મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળમાં કેમ્પસ કોઓર્ડીનેટરની ફરજ બજાવે છે. ડોક્ટર દેવકરના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો તૈયાર થયા છે. જેઓ ગુજરાતના ખૂણે ખૂણે વિસ્તરેલા છે,ત્યાં પોતાની સેવાઓ આપે છે. કોલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ,ટ્રસ્ટી નવીનભાઈ મોદી, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ તથા સમગ્ર મંડળના હોદ્દેદારો, મિત્રો, સ્વજનો અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
રોબોવંડર અને કેડા દ્વારા અનુદાનિત,
30th edition,
Indian school Award 2025,
અમદાવાદના વેલકમ બાય આઈટીસી ના વિશાળ હોલમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.
દુબઈ સ્થિત રોબોચેમ્સ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા આ સમગ્ર એવોર્ડ ફંકશનનું આયોજન,સંચાલન કરવામાં આવ્યું હતું.
કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here