અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલી અમરાવતી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનો પૈકી એક કિશોર ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ કિશોરની ઓળખ લક્ષ્મણ નગરના સોનલ પાર્કમાં રહેતા ૧૫ વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ છે.

ગઈકાલે સાંજે સુમિત તેના ત્રણ મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયો હતો. ન્હાવા દરમિયાન તે અચાનક ડૂબવા લાગ્યો હતો. તેના મિત્રોએ તાત્કાલિક બહાર નીકળીને મદદ માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સુમિતની શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. આ ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

