GUJARAT : ન્યાય માટે સગર્ભા મહિલાની માતાએ આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરી

0
91
meetarticle

દિયોદરમાં વધુ એક ડોકટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં દિયોદર ની ખાનગી વિશ્વાસ હોસ્પિટલના ગાયનેક ડોકટરે ડિલિવરી સમયે સગર્ભા મહિલાને ડિલિવરી કરાવ્યા બાદ ટાંકા લીધા પણ પૂરતી સારવાર ના કરતા ટાંકા પાકી ગયેલ હોવાનો સગર્ભા મહિલાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે

જેમાં સારવાર અર્થ ગયેલ મહિલાના પરિવારજનો સાથે પણ ડોકટરે તોછડાઈ ભર્યું વર્તન કરતા ન્યાય ની માગણીને લઈ સગર્ભા મહિલાના પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે અને આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે

દિયોદર શહેરમાં રહેતી એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે દિયોદર ની ખાનગી વિશ્વાસ હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલાની ડિલિવરી કરાવ્યા બાદ ગાયનેક ડોકટરે મહિલાની પૂરતી સારવાર ના કરતા થોડા સમય બાદ મહિલાને અસહ્ય પીડા થતા પરિવારજનો મહિલાને સારવાર અર્થ વિશ્વાસ હોસ્પિટલમાં લઇ ગયા હતા જેમાં ત્યાં હાજર ડોકટર રોહિત નાડોદા ને મહિલાએ અસહ્ય પીડા થઈ રહી હોવાની રજૂઆત કરી પરંતુ અમો આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરાવેલ છે એટલે હવે સારવાર કરવામાં આવેશે નહિ હાજર ડોકટરે સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોડછાઇ ભર્યું વર્તન કરતા પરિવારજનોએ પીડિત મહિલાને તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ ગયા હતા જેમાં વિશ્વાસ હોસ્પિટલના ડોકટરે સગર્ભા મહિલાને ડિલિવરી સમય પુરતી કાળજી રાખી સારવાર ના કરી માનવતા નેવે મૂકી હોવાથી સગર્ભા મહિલાને સારવાર કરવાના બદલે મહિલાના પરિવારજનો સાથે તોડછાઈ ભર્યું વર્તન કરતા આખરે સારવાર સમય બેદરકારી દાખવનાર ડોકટર સામે કાર્યવાહી કરવા પરિવારજનોએ પોલીસ મથકે અને જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે

  • વિશ્વાસ હોસ્પિલના ડોકટરે જવાબ આપવાનું ટાળ્યું કહ્યુ હુ કઈ કહેવા માગતો નથી

આ બાબતે મીડિયા દ્વારા વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સાથે આ બાબતે પૂછતાં ડોકટરે આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને મીડિયા સામે કઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો

  • મારી દીકરીની જિંદગીની પથારી ફેરવી નાખી છે અમને ન્યાય જોઈએ: પરિવારજનો

આ બાબતે સગર્ભા મહિલાની માતા હસીનાબેંન દરબારે જણાવેલ કે અમો એ અમારી દીકરીને ડિલિવરી માટે દિયોદર લાવી હતી જેમાં છેલ્લા પાંચ મહિનાથી અમો વિશ્વાસ હોસ્પિટલમાં અમારી દીકરીને સારવાર કરાવતા હતા જેમાં ડિલિવરી વખતે અમો અમારી દીકરી ને ત્યાં લઈ ગયા હતા જ્યાં નર્શો એ ડિલિવરી કરતા કાળજી રાખેલ નહિ અને સારવાર કરેલ નહિ જેથી અમારી દીકરીને આવી તકલીફ થઈ છે ડોકટર અને નર્ષ ની બેદરકારી થી મારી દીકરી પથારી વસ થઈ છે અને અમારી સાથે ડોકટરે તોછડાઇ ભર્યું વર્તન કર્યું છે અમને ન્યાય જોઈએ અમારી દીકરી હજુ સારવાર હેઠળ છે

  • જોજો આવી હોસ્પિટલમાં જતા થોડું વિચારજો અમારી પુત્ર વધુને ડોકટરે બેદરકારી દાખવી સારવાર કરી નથી : સબાના પઠાણ મહિલા ની સાસુ

આ બાબતે સગર્ભા મહિનાની સાસુએ આક્ષેપ કરતા જણાવેલ કે અમારી પુત્રવધૂ ને અમે ત્યાં સારવાર માટે લઈ ગયા હતા જેમાં અમારી સાથે ડોકટરે ખોટું વર્તન કર્યું છે મારી પુત્રવધૂ ને અસહ્ય પીડા થઈ છે આવી હોસ્પીટલમાં કોઈએ ના જવું જોઈએ આ હોસ્પિટલમાં અનેક દીકરીઓને ભોગ બનવું પડ્યું હશે અને હવે કોઈ દીકરીને લઈને જતા પણ વિચાર કરજો અમોએ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે…

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here