સુરતમાં વરસાદનું જોર ઘટયું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક લોકોના ઘરોમાંપાણી ઘૂસ્યા હતા. વરસાદના કારણે મુખ્યમાર્ગોનું ધોવાણ થયું હતું તો કયાંક રસ્તાઓમાં ખાડા અને ગાબડા પડયા હતા. ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં રોડ ડિસ્કો રોડ બન્યા.

આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભય લાગી રહ્યો છે. ખાડાવાળા રસ્તે અકસ્માતનું જોખમ રહે છે.દરમિયાન આજે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા વિપક્ષે મોરચો માડયો છે.વિપક્ષે મનપા સામે ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યાને લઈને રેલી યોજી ભારે વિરોધ કર્યો. મનપાના બહેરા કાન પ્રજાનો અવાજ સાંભળતા નથી તેવો વિરોધ કરી રહેલા વિપક્ષ નેતાઓએ આક્ષેપ કર્યો છે. પ્રજાની રોડ અને ટ્રાફિક જેવી સામાન્ય સમસ્યાને લઈને પુણાગામ ગામથી સહારા દરવાજા સુધી વિપક્ષ દ્વારા રેલી કાઢવામાં આવી. ભાજપા નેતાઓ સત્તાના મદમાં મદમસ્ત છે હવે તો નિંદરમાંથી જાગો તેવો રેલીમાં સૂત્રોચ્ચાર કરાયો હતો. વિપક્ષે ખરાબ રોડ અને ટ્રાફિક મુદ્દે સરકારને ઘેરી ગંભીર આક્ષેપ લગાવ્યા. લોકો ઘણા સમયથી રોડ પર પડેલા ખાડોઓને લઈ પરેશાન. છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી.આપ પક્ષ દ્વારા ખરાબ રોડ અને ટ્રાફિકની સમસ્યાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો. વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યો કે 30 વર્ષથી સુરત અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. છતાં આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે કથળેલી સ્થિતિ છે. જો ભાજપ લાંબા સમયથી સત્તામાં હોવા છતાં પણ પ્રજાને પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. સરકાર લોકો પાસેથી ટેક્સના નાણા લે છે છતાં સુવિધાના નામે મીડું છે. 10 કરોડનું બજેટ ધરાવતી નગરપાલિકા રોડ અને ટ્રાફિક મામલે ગંભીર બેદરાકરી દાખવી છે. દરેક ચોમાસામાં સુરતમાં રોડ અને ટ્રાફિકની આ જ સ્થિતિ જોવા મળે છે. ક્યારેક ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. હવે તો ગાઢ નીંદરમાંથી ભાજપ જાગે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી વિરોધ કરનાર નેતાઓએ માગ કરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

