કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં ચોમાસા માં પ્રિમોન્સૂન કામગીરી માં UGCVL કર્મચારી સતત કામગરી કરીને વીજ પુરવઠો ચાલુ રાખતા ખેડૂત તેમજ થરા સીટી ના નગરજનો માં આનંદ ની લાગણી છવાઈ છે ગઈકાલે થરા ભક્તિનગર સોસાયટી માં લગભગ સાડા સાત વાગ્યાં ની આસપાસ ડીપી માં જોરદાર ધડાકો થતા વિજપુરવઠો ખોરવાતા UGCVL ની ઓફિસ માં જાણ કરતા UGCVL ના ડેપોટી એન્જીનીયર કે. આર. ડાભીએ તરત તેમના સ્ટાફ ને ઘટના સ્થળે મોકલતા ડીપી માં ફોલ્ટ થતા ડીપી બળીગઈ હતી આવતની જાણ કે. આર ડાભી ને થતા તાત્કાલિક નવી ડીપી મુકલી એક કલાક ની જહેમત બાદ નવી ડીપી ચડાવી વિજપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો

થરા વિસ્તાર ની આજુબાજુ ના ગામડામાં હાલ ચોમાસા માં પણ ડેપોટી એન્જીનીયર કે. આર.ડાભી ખેતર માં રસ્તા ફિલ્ડ વિઝિટ દરમ્યાન કાદવ કીચડ વાળા કાચા રસ્તે ગાડી ના જતાં ટ્રેક્ટર માં જઈ અદગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂત ની સ્થળ તપાસ તમામ કરી ને વિજપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો અસરગ્રસ્ત ખેડૂતે પણ UGCVL કર્મચારી ડેપોટી એન્જીનીયર કે. આર.ડાભી તેમજ દરેક સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.
REPORTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ

