SPORTS : ભારતની જાસ્મિન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, પોલૅન્ડની જુલિયાને હરાવી

0
114
meetarticle

ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. તેણે ફાઇનલ મેચમાં પોલૅન્ડની જુલિયા સેરેમેટાને સ્પ્લિટ નિર્ણયથી હરાવી. આ ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. જુલિયા સેરેમેટાએ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો.

4-1થી પોલિશ બોક્સરને હરાવ્યું

મળતી માહિતી મુજબ, જાસ્મિન પહેલા રાઉન્ડમાં થોડી પાછળ રહી હતી, પરંતુ તેણે બીજા રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ક્યારેય પાછળ વળીને નથી જોયું. તેણે પોલિશ બોક્સરને 4-1ના સ્કોરથી હરાવી હતી. જાસ્મિનએ કહ્યું કે, પેરિસ ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને તે ખૂબ જ જલ્દી ત્યાંથી બહાર થઈ ગઈ.5-0થી વેનેુઝુએલાની ખેલાડીને હરાવી

જાસ્મીન લેમ્બોરિયાએ 57 કિગ્રા સેમિફાઇનલમાં વેનેઝુએલાની ઓમાલિન અલ્કાલાને 5-0થી હરાવી હતી. તે જ સમયે, ભારતની નુપુર શેરોનને 80+ કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો, તેણે પોલૅન્ડની અગાતા કાક્ઝમાર્સ્કા સામે હારનો સામનો કરવો પડ્યો.ભારતીય બોક્સર પૂજા રાની 80 કિગ્રા વર્ગમાં સેમિફાઇનલમાં હારી ગઈ હતી અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પૂજા રાનીનો સામનો સેમિફાઇનલમાં એમિલી એસ્કિથ સામે થયો હતો, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here