અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં રવિવારે (14મી સપ્ટેમ્બર) ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં 53 રાષ્ટ્રીય રાઇફલ્સના ચાર જવાનો ઘાયલ થયા હતા. જેમાંથી બે જોવાનોની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. અકસ્માત પછી તરત જ, બધા ઘાયલોને સારવાર માટે 92 બેઝ હોસ્પિટલ, બદામીબાગ કેન્ટોનમેન્ટ (શ્રીનગર) માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, સેનાના વાહનાને અકસ્માત કેવી રીતે નડ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો કે, સેના અને વહીવટીતંત્ર દ્વારા આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

