SURENDRANAGAR : વિરમગામના ખુડદ નજીક જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા

0
74
meetarticle

વિરમગામ તાલુકાના ખુડદ નજીક તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સને રૂ.૫૧,૬૪૦ના મુદ્દામાલ સાથે વિરમગામ ગ્રામ્ય એલ.સી.બીની ટીમેઝડપી પાડયા હતા. પકડાયેલા જુગારીઓ સામે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિરમગામ તાલુકાના ખુડદથી જોશીપુરા ગામ જવાનો રોડ ઉપર શ્રીજી બાપા ફાર્મની પાછળ લીમડાના ઝાડ નીચે પૈસા પાનાથી તીન પત્તીનો જુગાર રમી રમાડે છે તે બાતમીના આધારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમે દરોડો પાડતા (૧) મહિપતસિંહ દિલીપસિંહ ઝાલા (રહે.વિરમગામ), (૨) અરવિંદભાઈ અમરતભાઈ ઠાકોર (રહે.ખુડદ ગામ, તા.વિરમગામ) (૩) રમેશજી પરઘુજી ઠાકોર (રહે. પનાર ગામ તા.દેત્રોજ) (૪) સતિષભાઈ પરઘુજી ઠાકોર (રહે. મણીપુરા ગામ, તા.વિરમગામ) (૫) સુનિલભાઈ નવઘણજી ઠાકોર (રહે. પનાર ગામ, તા.દેત્રોજ) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ.૫૧,૬૪૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here