મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતમા આવેલા ચીખલી ગામમાં મોબાઇલ ટાવરના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દેશમાં ડિજીટલ ક્રાંતિની વાતો ચીખલીથી સાત કિલોમીટર દુર સુધી મોબાઇલ ટાવર ન હોવાથી પોકળ સાબિત થઇ રહી છે.

વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયતના ચીખલી ગામમાં સો જેટલા ઘર અને ચાર સો જેટલી વસતી છે. આ ગામમાં પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, આંગણવાડી, દૂધ મંડળી આવેલી છે.
આ ઉપરાંત ગામમાં મોટાભાગના લોકો જોડે મોબાઇલ છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, ગામમાં મોબાઇલ ટાવર ન હોવાથી તે શોભાના ગાંઠિયા બની ગયાં છે. એક તરફ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા જેવા સૂત્ર અપાયા છે. પરંતુ તે ગ્રામ્ય વિસ્તારમાં નેટ સમસ્યાને લઈ ફારસ રૂપ બન્યા છે. સરકારલક્ષી યોજનાનો લાભ પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ થકી અપાય છે.પરંતુ જે ગામમાં નેટ સમસ્યા હોય ત્યાં સરકાર લક્ષી યોજનાનો લાભ પણ ગ્રામ્ય વિસ્તારના લોકો કઈ રીતે લઈ શકે ? ગામમાં જવા માટે પાકો ડામર રોડ પણ છે. પરંતુ મોબાઈલ ટાવર ગામથી સાત કિમી દૂર આવેલા કોયડમ ગામમાં છે. આ ગામમાં મોબાઈલ ટાવર નથી. જેને લઈ ગ્રામજનોને વાત કરવી હોય તો કોયડમ ગામ નજીક રોડ ઉપર જવું પડે છે.
અથવા મોબાઈલ લઈ ઘરોના ધાબા પર ચઢવું પડે છે. હાલ ટેક્નોલોજી યુગમાં શિક્ષણ વ્યવસ્થાથી લઈ દરેક બાબતો નેટ થકી ચાલતી હોય ત્યારે ગામમાં અપુરતી નેટ સમસ્થાને લઈ ગ્રામજનો હેરાન બન્યાં છે.
ઓનલાઇન પેમેન્ટમાં ભારે મુશ્કેેલી
‘ચીખલી ગામમાં મોબાઈલ નેટ આવતું નથી. વાત કરવા બહાર રોડ ઉપર કે ઘરના ધાબા ઉપર ચડવું પડે છે ગામની ડેરી હાલ ઓનલાઇન કામગીરી આવી ગઈ. છે વાઇફાઇ સાથે મોટી એન્ટીના જોઈન્ટ કરી છે તેમછતાં નેટ નથી આવતું. સરકારે હવે બધી કામગીરી ઓનલાઈન કરી છે. પરંતુ નેટ આવે તો ગામમાં લાભ લઈ શકેે.
સારા એવા મોંઘા મોબાઈલ નેટ સમસ્યાને લઈ રમકડાંની જેમ લાગે છે.દિનેશભાઈ પગી ચીખલી દુધ ઉત્પાદન મંડળી સેક્રેટરી…

