સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ, સંત રાજીન્દર સિંહજી મહારાજે 13 સપ્ટેમ્બરના રોજ કૃપાલ બાગ, દિલ્હીમાં 29 મો વિશ્વ આધ્યાત્મિક પરિષદનો ઉદ્ઘાટન કર્યું. છેલ્લા ત્રણ દાયકાથી તમામ ધર્મોના નેતાઓને એક જ મંચ પર બેસાડનાર આ વિશ્વ આધ્યાત્મિક પરિષદ સમગ્ર વિશ્વમાં શાંતિ, આધ્યાત્મિકતા અને માનવ એકતા ફેલાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહી છે. 29 મો વિશ્વ આધ્યાત્મિક પરિષદનો કાર્યક્રમ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય રીતે યોજાયો, જેમાં દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભાગ લીધો.

પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે સંત રાજીન્દર સિંહજી મહારાજે અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરુણા અને પ્રેમના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતા સૌને આધ્યાત્મિકતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કર્યા. આ પરિષદમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો.ઉદ્ઘાટન પ્રસંગે એક આધ્યાત્મિક “તરહી મુશાયરા” નું આયોજન થયું. જેમાં આદરણીય માતા રીટાજીએ સંત દર્શન સિંહજી મહારાજ દ્વારા લખાયેલ એક સુંદર ગઝલ પોતાના મધુર કંઠથી ગાઇને મુશાયરા ની શરૂઆત કરી. આ અવસર પર ભારતના અનેક પ્રસિદ્ધ ઉર્દુ શાયરો દ્વારા પોતાના રૂહાની કલામથી પ્રેમ, એકતા અને આધ્યાત્મિક સંદેશ આપ્યો.
સંત રાજીન્દર સિંહજી મહારાજે મહાન સૂફી સંત શાયર, સંત દર્શન સિંહજી મહારાજના 104 મા જન્મોત્સવ નિમિત્તે તેમના જીવન વિશે વિગતવાર સમજાવ્યું. “દર્શન–કરુણા અને પ્રેમનો મહાસાગર” વિષય પર સેમિનાર માં તેમણે કહ્યું કે દયાળ પુરુષ સંત દર્શન સિંહજી મહારાજ કરુણા અને પ્રેમના મહાસાગર હતા. તેઓ અમથી ક્યાંય દૂર ગયા નથી, પરંતુ અમારા અંગસંગ છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજે કહ્યું કે સંત દર્શન સિંહજી મહારાજ સમજાવતા કે આપણને આ માનવ શરીર ભાગ્યથી મળ્યું છે, તેનો મુખ્ય હેતુ છે પોતાને ઓળખવો અને પિતા-પરમાત્મા મેળવવો. પરંતુ માયાની દુનિયામાં આવીને આપણે અલગ–અલગ ધર્મ, સંસ્કૃતિ અને ભાષાઓમાં ફસાઈ જઈએ છીએ. આવા મહાપુરુષો આપણને સમજાવે છે કે પરમાત્મા બહાર ક્યાંય નથી, પરંતુ આપણા અંદર છે.તેમણે કહ્યું કે આ એકતાનો અનુભવ આપણે ધ્યાન અભ્યાસ દ્વારા પોતાના અંતરમાં કરી શકીએ છીએ. જ્યારે આપણે અંતરમાં પ્રકાશ અને શબ્દ સાથે જોડાઈએ છીએ ત્યારે અમને ખાતરી થાય છે કે જે પરમાત્માની જ્યોતિ મારા અંદર છે તે જ બીજા અંદર પણ છે. એટલે કે આપણે બધા એક જ પિતા–પરમાત્માની સંતાનો છીએ.અંતે સંત રાજિન્દર સિંહજી મહારાજે કહ્યું કે સંત દર્શન સિંહજી મહારાજના પ્રકાશ દિવસને સાચા અર્થમાં ઉજવવાનો હેતુ એ છે કે આપણે બધા તેમના બતાવેલા માર્ગ પર ચાલીએ અને અંતરમાં પરમાત્માનો અનુભવ કરીએ.
આ પ્રસંગે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા 41 મો મફત આંખની તપાસ અને મોતિયાબિંદ સર્જરી કેમ્પ યોજાયો. જેમાં કુલ 2771 લોકોની આંખની તપાસ કરવામાં આવી અને તેમાંથી 1685 લોકોને મોતિયાબિંદ સર્જરી માટે પસંદ કરવામાં આવ્યા. આ કેમ્પમાં અમેરિકાથી આવેલા ડૉક્ટર્સે આઈ કેર હોસ્પિટલ, નોઇડાના ડૉક્ટર સાથે મળીને તમામ દર્દીઓની તપાસ કરી.

અંતે સંત રાજીન્દર સિંહજી મહારાજે આવનાર નવું વર્ષ–2026ના કેલેન્ડરનું વિમોચન કર્યું. સાથે જ સંત દર્શન સિંહજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકનું અનેક ભાષાંતર તથા ઈ–બુક્સનું વિમોચન કર્યું.આ પ્રસંગે સંત રાજીન્દર સિંહજી મહારાજે “ઈનર્જી” એપનું હિન્દી વર્ઝન પણ લોન્ચ કર્યું. તેમણે કહ્યું કે આ એપ દ્વારા આપણે ધ્યાન અભ્યાસ ઉપરાંત દૈનિક જીવનની અનેક પ્રવૃત્તિઓ અને શાંતિમય બનાવી શકીએ છીએ.આ અવસર પર મિશનની તરફથી વિવિધ સંસ્થાઓમાં દવાઓ, શાકભાજી, ફળો અને અન્ય ઉપયોગી વસ્તુઓનું મફત વિતરણ પણ કરવામાં આવ્યું.
કુલ મળી 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ અને ભારતના વિવિધ ભાગોમાંથી લગભગ 50,000 લોકોએ પરિષદમાં ભાગ લીધો. સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સત્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 22 , 23 ઓક્ટોબર 2025 ના રોજ ગોધરા માં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ ગોધરામાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશન ગોધરા શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત ગોધરા થી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઈ રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો

