GUJARAT : થરા ખાતે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

0
68
meetarticle

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના કાંકરેજ ઘટક દ્વારા આજે થરા ખાતે ઓગડવિધા મંદિરમા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં એકસાથે એક લાખ કરતા વધુ બોટલ એકત્રિત કરવાનો વર્લ્ડરેકોર્ડ નોંધાવવા માટે સમગ્ર રાજ્ય કર્મચારી મોરચા દ્વારા ખુબ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનમાં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ અને માધ્યમિક શિક્ષકસંઘ સહિત આરોગ્ય સંઘ, સહિત તમામ કર્મચારી મંડળો દ્વારા ખુબ જહેમત કરવામાં આવી હતી.
. આ રક્તદાન કેમ્પમાં પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસબેંક ડિરેક્ટર અણદાભાઈ પટેલ, થરા એ પી એમ સી ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ મામલદાર,થરા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન સોની, નગરપલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સહિત શિક્ષકસંઘના હોદેદારો, અને અન્ય મંડળના હોદેદારો સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાંકરેજ તાલુકામાંથી ઉપર બોટલો રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું

પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here