હમણાંથી હિન્દુ ધર્મ ઉપર ટીકા કરવી એ ફેશન થઈ ગઈ છે. પોતાને પુરોગામી અને આધુનિક સિદ્ધ કરવા માટે હિન્દુ ધર્મની પરંપરાઓ ની ખીલી ઉડાવી ધર્મ પાલન કરતા લોકોને પણ ધર્મથી દૂર લઈ જવા માટે મોટા પાયે પ્રયાસ કરવામાં આવે છે તેમાં ખરેખર અજ્ઞાન વશ કેટલાક લોકો એમાં જોડાઈ જાય છે .પણ સાચું શું છે ,શાસ્ત્ર શું છે એ જાણ્યા વગર જ આપણે કંઈક અભિમત બનાવવું એ ખૂબ મોટી ભૂલ છે . હિન્દુ ધર્મનું શાસ્ત્ર એ સનાતન છે કેટલાય ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં એ નિશ્ચિત કર્યું છે. તે દરેક માનવીના જીવન માટે એનું જીવન આનંદી અને આધ્યાત્મિક રીતે ઉન્નત બને એના માટે આ પરંપરાઓ પ્રથાઓ રિવાજો બનાવેલા છે .એમાં તહેવાર, વ્રતો કે ઉત્સવો નો કંઈક વિશિષ્ટ ઉદ્દેશ હોય છે.
પિતૃ પક્ષમાં સંપૂર્ણ વાતાવરણમાં રજતમાત્મક અને તિર્યક તેમજ યમલહેરોનું પ્રાબલ્ય વધારે હોવાને કારણે મૃત્યુલોકમાંથી પિતરો પૃથ્વીના કક્ષામાં આવી શકે છે અને કુટુંબીજનો પાસે જળ અને અન્નની અપેક્ષા રાખે છે . ત્યારે એમણે શ્રાદ્ધ કરીને જળ,તલ, અન્ન અર્પણ કરવામાં આવે છે.જે પિતરો અતૃપ્ત રહે છે તેમના કારણે વંશજોના જીવનમાં પિતૃદોષ રૂપે ઘણો ત્રાસ નિર્માણ થાય છે.પિતરો માટે કરવામાં આવેલુ કૃતજ્ઞતા પૂર્વક શ્રદ્ધાથી જે હોય છે એણે જ શ્રાદ્ધ કહેવાય છે.

પણ કેટલાક લોકો મરેલા પિતરોને ખવડાવીએ એના કરતાં જીવતે જીવ એમનું ધ્યાન રાખવું જોઈએ એવું કહે છે. આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવો પિતૃદેવો ભવ એ તો સૌથી પહેલા કહેવામાં આવ્યું છે એમના જીવનભર એમની સાર સંભાળ અને કાળજી તો લેવાની જ છે પણ મૃત્યુ પછી પણ એમને સદગતિ મળે તે માટે શ્રાદ્ધ દ્વારા પ્રયત્ન કરવો એ જ શાસ્ત્રનો ઉદ્દેશ છે.
અમુક લોકો એવું કહે છે, કે એના કરતા ગરીબોને કે હોસ્પિટલ કે સ્કૂલોમાં દાન આપવુ જોઈએ. ધર્મમાં દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ, સમાજ ઋણ એ દરેક વ્યક્તિએ માનવુ જોઈએ. સમાજમાં મદદ કરવી એ તો જરૂરી છે એ આખો વરસ ક્યારે પણ કરી શકાય છે પણ શ્રાદ્ધ ન કરતા એ કરવું એ અયોગ્ય છે.
ભાદરવી પૂનમ થી અમાસ સુધીના આ પંદર દિવસના ગાળામાં જ્યારે સમય મળે ત્યારે અથવા છેલ્લે સર્વ પિતરી અમાસના દિવસે અવશ્ય શ્રાદ્ધ કરવું.
શક્ય ન થાય તો મંદિરના પૂજારીને અન્નનું સીધું આપો. દક્ષિણા આપો. ગૌશાળામાં ગો ગ્રાસ આપવો, એ પણ શક્ય ન થાય તો ધર્મ પ્રસાર કરતી સંસ્થાને દાન આપો.
ધર્મમાં બધી સહુલતો આપેલી છે છતાંય આપણે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરતા નથી.
આ દિવસો દરમિયાન શ્રી ગુરુદેવ દત્ત નો જાપ વધારેમાં વધારે કરવો.
REPOTER : શીલા દાતાર,અમદાવાદ

