કાર્તિક આર્યન અને અને અનન્યા પાંડેની ફિલ્મ ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ હવે બે મહિના વહેલી રીલિઝ થશે. અગાઉ, આ ફિલ્મ આગામી ફેબુ્રઆરીમાં વેલેન્ટાઈન ડે વખતે રીલિઝ કરવાનું નક્કી થયું હતું તેને બદલે હવે તે આ વર્ષની ૩૧મી ડિસેમ્બરે જ રીલિઝ કરી દેવાશે.

મૂળ તારીખ પ્રમાણે બોક્સ ઓફિસ પર શાહિદ કપૂર અને કાર્તિક આર્યનની ફિલ્મો ટકરાય તેમ હતી. પ્રોડયૂૂસર કરણ જોહરે કાર્તિક અને અનન્યાની આ ફિલ્મને સિક્યોર કરવા માટે તારીખો બદલી હોવાનું કહેવાય છે.
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ‘પતિ, પત્ની ઔર વોહ’ પછી બીજીવાર સ્ક્રીન શેર કરવાનાં છે. કાર્તિક અને પ્રોડયૂસર કરણ જોહર વચ્ચે અગાઉ લાંબા સમય સુધી અણબનાવ રહ્યો હતો પરંતુ હવે બંનેએ પેચ અપ કરી લીધું છે.

