ઓપરેશન સિંદૂર અંતર્ગત યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિન નિમિત્તે રાજ્ય કર્મચારી મહામંડળઅને તમામ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પ દ્વારા એકત્ર કરવામાં આવેલ રક્તનો ઉપયોગ થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા, કેન્સર , ગર્ભવતી મહિલાઓ, અકસ્માત જેવી ઘટનાઓ વખતે સમાજ સેવાના ઉમદા હેતુસર આ રાષ્ટ્ર સેવા નો મહાયજ્ઞ માં નર્મદા જિલ્લામાં પણ મહા રક્તદાન કેમ્પ નુ આયોજન થયું હતું સમગ્ર કાર્યક્રમના કન્વીનર નિલેશકુમાર ગુલાબસિંહ વસાવાના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાથી 514 જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું . જિલ્લાના જુદા જુદા પાંચ સ્થળોએ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું .

તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીમસિંહ તડવી અને માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ટ્રોમા સેન્ટર એકતાનગર ખાતે જ
રેડ ક્રોસ સોસાયટીના દેવેન્દ્રસિંહ પરમાર અને મામલતદાર વૈષ્ણવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા . નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે કલેક્ટર એસ કે મોદી સાહેબ, પ્રાંત અધિકારી, જિલ્લા નાયબ પોલીસવડા, GMERS મેડિકલ કોલેજ ના સુપ્રીટેન્ડેન્ટ મનીષભાઈ મહેતા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર ગુલાબસિંહ વસાવા, સંચાલક મંડળના મહેશભાઈ પટેલ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ડેડીયાપાડા ખાતે ઇનરેકા સંસ્થાનના ચેરમેન ડૉ. વિનોદકુમાર કૌશિક તેમજ પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

સાગબારા ખાતે સેલંબા સ્કૂલ સેલંબા ના કન્વીનર ડી કે પટેલ તેમજ નાનસિંગભાઈ વસાવા, મામલતદાર , પ્રાથમિક શિક્ષકના કલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તમામ કર્મચારીઓ અને સંગઠનો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બ્લડ ડોનેશન કેમ્પના કન્વીનર નિલેશકુમાર વસાવા ના જણાવ્યા અનુસાર રાજ્યભરમાંથી 56,256 યુનિટ રક્તદાન થયું હતું અને જે અત્યાર સુધીનો રક્તદાન માટે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થઈ છે આ કીર્તિમાન માટે રાજ્યના મુખ્યમંત્રી શભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ સંગઠનો અને હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી. અને આ કીર્તિમાન નું પ્રમાણપત્ર તેમના હસ્તે રાજ્યના સંગઠનના હોદ્દેદારોને આપવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના વિવિધ રક્તદાતાઓમાં શનિમેશ કુમાર પંડ્યા એ 80 વખત રક્તદાન કર્યું હતું તેવી જ રીતના પત્રકાર અને ક્રિકેટર વિશાલભાઈએ 65મી વખત રક્તદાન કર્યું હતું.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

